કેરાલા ટુરિઝમનું ફોટો એક્સપો ‘લેન્ડસ્કેપ કેરાલા’ શહેરમાં ખૂલ્લુ મુકાયું
શોમાં ટોચના 10 ફોટોગ્રાફર્સ દ્વારા અદ્દભુત 100 ફ્રેમ્સને સુંદરતાથી રજૂ કરવામાં આવી છે
Surat / March 19, 2026
સુરત, માર્ચ 19: કેરાલા ટુરિઝમનું ઓલ-ઇન્ડિયા ફોટો એક્ઝિબિશન ‘લેન્ડસ્કેપ કેરાલા’ આજે વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે શરૂ કરવામાં આયું છે, જેમાં ઇશ્વરના પોતાના દેશના કેટલાક પેનોરામિક કુદરતી દ્રશ્યો જોવા મળશે, જેમાં સંસ્કૃતિ અને જીવંત અનુભવો તરીકે સમગ્ર સીઝન દરમિયાન ભારતના 10 અગ્રણી ટ્રાવેલ અને મીડિયા ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવેલી 100 ફ્રેમ્સને રજૂ કરવામાં આવી છે.
શ્રી દિનેશ ગુરવ, આઇએએસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું, નવી દિલ્હીથી શરૂ થયા બાદ દેશના વિવિધ મેટ્રો શહેરોમાં દર્શકોને પ્રભાવિત કર્યા બાદ આ શહેરમાં તે પહોંચ્યું છે.
“આ એક અલગ જ પહેલ છે, જે ફક્ત કેરાલાને એક આકર્ષક સ્થળ તરીકે પ્રમોટ કરે છે એટલું જ નહીં પણ દર્શકોને ભાવનાત્મક રીતે, સાંસ્કૃતિક રીતે તથા આધ્યાત્મિક રીતે પણ રજૂ કરે છે.” એમ શ્રી ગુરવ કહે છે.
કેરળ પ્રવાસન વિભાગ એ આ સર્જનાત્મક અભિયાન દ્વારા તમામ રાજ્યોના લોકોને કેરળની કુદરતી સુંદરતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સામાજિક એકતાનો આનંદ માણવા માટે આમંત્રણ આપે છે.
“હું રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપું છું કે, તેઓ આ અલગ જ પ્રકારની પહેલને સફળતાપૂર્વક રજૂ કરીને અદ્દભુત ફોટોગ્રાફ્સ દ્વારા કેરાલાની સુંદરતાને બહાર સફળતાપૂર્વક લાવ્યા છે.” એમ તેઓ ઉમેરે છે.
આ શો જાહેર જનતા માટે 21મી માર્ચ સુધી સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે.
આ પ્રદર્શનમાં ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા ભાગ લેનારા ફોટોગ્રાફરો દ્વારા કેરળના વિવિધ સ્થળોએ લેવાયેલા ફોટોગ્રાફ્સનો એક અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં વારસો અને સ્થાપત્ય, બેકવોટર, વન્યજીવન, તહેવારો અને આધ્યાત્મિકતા, ખેતી અને દરિયાકાંઠાના સમુદાયોના જીવન જેવા વિવિધ વિષયોને કંડારવામાં આવ્યા છે.
દેશની પહેલી પહેલ એવી લેન્ડસ્કેપ કેરાલા એ જાણિતા આર્ટ ક્યુરેટર અને ક્રિટિક ઉમા નાયર દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે. જાણિતા વાઈલ્ડલાઈફ અને કન્વર્ઝન ફોટોગ્રાફર બાલન માધવન એ આ પ્રોજેક્ટના ફોટોગ્રાફી ડિરેક્ટર છે.
પ્રોજેક્ટમાં ભાગ લેનારા ફોટોગ્રાફરમાં: એચ સતીષ, કૌન્તેય સિંહા, શિવાંગ મેહતા, સાઇબલ દાસ, ઉમેશ ગોંના, સૌરભ ચેટર્જી, નતાશા કર્તાર હેમરાજાની, ઐશ્વર્યા શ્રીધર, અમિત પસરિચા, મનોજ અરોરાનો સમાવેશ થાય છે. તેઓ રાજ્યના અલગ- અલગ સ્થળોએ ફરીને તેમાંથી દરેકે દરેક અલગ-અલગ થીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઉમા નાયરના મતે, લેન્ડસ્કેપ કેરાલાએ દર્શકોને કેરાલાના વિવિધ પાસાનો એક વિઝ્યુઅલ પ્રવાસ લઈ જવાનો વાયદો કરે છે, જેનાથી તેમની જિજ્ઞાસા સંતોષાય, પ્રશંસાને વધારે છે અને સતત એક કાયમી ભાષાને પ્રોત્સાહન આપે છે.
શોને અત્યાર સુધી ખૂબ જ અદ્દભુત પ્રતિસાદ મળ્યો છે એમ બાલન માધવન કહે છે.
આ ઉદ્ઘાટન વીધી બાદ ઉમા નાયર દ્વારા એક્ઝિબિશનમાં લઇ જઇને માણ્યું હતું.
નવી દિલ્હીથી શરૂ થયેલા આ શો આ પહેલા વડોદરા, અમદાવાદ, મુંબઈ, પુના અને બેંગ્લુરુ, ચેન્નઇ અને હૈદ્રાબાદ જેવા શહેરોમાં પહોંચ્યું હતું. આ એક્ઝિબિશન ત્યારબાદ કોલકત્તામાં જશે, જે એનું અંતિમ સ્થળ છે, જ્યાં તે 27થી 29 માર્ચ સુધી જોવા મળશે.