કેરાલા ટુરિઝમ દ્વારા ફોટો એક્ઝિબિશન- 'લેન્સકેપ કેરાલા’નો પ્રારંભ
Ahmedabad / February 2, 2026
અમદાવાદ, 03 ફેબ્રુઆરી: 'ગોડ્સ ઓન કન્ટ્રી' (ઈશ્વરના પોતાના દેશ) તરીકે જાણીતા કેરાલાના મનમોહક સૌંદર્ય અને ટુરિઝમ અનુભવોને રજૂ કરવાના હેતુથી, કેરાલા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે અમદાવાદના હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ખાતે અખિલ ભારતીય ફોટો એક્ઝિબિશન 'લેન્સકેપ કેરાલા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સરના અને 'કેરાલા કલામંડલમ ડીમ્ડ યુનિવર્સિટી ફોર આર્ટ એન્ડ કલ્ચર'ના ચાન્સેલર ડૉ. મલ્લિકા સારાભાઈએ આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્ઝિબિશનમાં દેશના 10 અગ્રણી ટ્રાવેલ અને મીડિયા ફોટોગ્રાફર્સ દ્વારા કેપ્ચર કરવામાં આવેલ 100 શ્રેષ્ઠ ફોટોઝ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ એક્ઝિબિશન કેરાલાને માત્ર એક પ્રવાસન સ્થળ તરીકે દર્શાવવાને બદલે, ત્યાંના લેન્ડસ્કેપ્સ, કલ્ચર અને સ્મૃતિઓના એવા જીવંત દ્રશ્યો રજૂ કરે છે જે પાર્ટીસિપેટિંગ ફોટોગ્રાફર્સની નજરે કેપ્ચર કરવામાં આવ્યા છે.
આ એક્ઝિબિશન શહેરમાં 5 ફેબ્રુઆરી સુધી, સવારે 11 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન ચાલુ રહેશે.
આ પ્રસંગે વાત કરતા ડૉ. મલ્લિકા સારાભાઈએ જણાવ્યું હતું કે, "આ એક્ઝિબિશન તેના અદભૂત ફોટોઝના કલેક્શનને કારણે ખૂબ જ વિશિષ્ટ અને અલગ તરી આવે છે."
“જ્યારે તમે કોઈ તસવીર જુઓ છો, ત્યારે એવી કઈ બાબત છે જે તમને તેની તરફ ખેંચી જાય છે? મને લાગે છે કે તે છે - કાઈનેટિક એનર્જી, લાઈટ અને શેડ & થ્રી ડાઈમેન્શિયલ્સ. ડાન્સ ફોટોગ્રાફીમાં, પછી તે સ્ટેટિક હોય કે મૂવ કરનાર હોય, જો તમે તે ક્ષણને કેપ્ચર કરી શકો કે જ્યારે તે જંપ કરવાના હોય, ત્યાર મને લાગે છે તમે એક સફળ ફોટોગ્રાફર છો."-તેમણે ઉમેર્યું.
આ પ્રસંગે પાઠવેલા એક મેસેજમાં, કેરાલાના ટુરિઝમ મિનિસ્ટર શ્રી પી. એ. મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે,"ગુજરાત અને કેરાલા વચ્ચે મજબૂત સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો રહ્યા છે, અને પશ્ચિમ ભારતના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અમારા રાજ્ય માટે ટુરિઝમ ક્ષેત્રે એક મોટો હિસ્સો ધરાવે છે.”
ENDS