કેરાલા ટુરિઝમ અખિલ ભારતીય ફોટો એક્સિબિશન ‘લેન્ડસ્કેપ કેરલ’નું ઉદ્ધાટન કરે છે

જેમાં ભારતના ટોચના 10 ટ્રાવેલ અને મીડિયા ફોટોગ્રાફર્સની 100 ફ્રેમ્સને દર્શાવવામાં આવશે
Vadodara / January 27, 2026

વડોદરા, જાન્યુઆરી 27 કેરળને મનોહર પ્રકૃતિ અને આકર્ષક સંસ્કૃતિના જીવંત મોઝેક તરીકે રજૂ કરતા, સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આજે તેનું સીમાચિહ્નરૂપ અખિલ ભારતીય ફોટો પ્રદર્શન 'લેન્સકેપ કેરળ'નું ખૂલ્લું મૂકી રહ્યા છે, જેમાં દેશના 10 અગ્રણી ટ્રાવેલ અને મીડિયા ફોટોગ્રાફરો દ્વારા 100 ક્યુરેટેડ ફ્રેમ્સ દર્શાવવામાં આવશે.

20 જાન્યુઆરીથી ચાર દિવસ સુધી નવી દિલ્હીમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પછી, આ એક્ઝિબિશન 27 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી એલેમ્બિક સિટીના ધ ડિસ્ટિલરી ખાતે રાત્રે 11થી 7 વાગ્યા સુધી જોવા મળશે.

વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, આઇએએસ એ આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન દીપક પ્રગટાવીને કર્યું હતું. ઉદ્દઘાટન બાદ ક્યુરેટર શ્રીમતિ ઉમા નાયર સાથે તેમને એક્ઝિબિશનને માણ્યું હતું.

આ પ્રસંગે, શ્રી ધામેલિયા કહે છે, ‘ગુજરાતના લોકો ફરવાના શોખીન છે અને તેઓ દેશના તમામ રાજ્યના પ્રવાસીઓની યાદીમાં ટોચ પર છે. જો કે આપણામાંથી ઘણા લોકો કેરળની મુલાકાત લીધી હોય, પરંતુ પ્રદર્શનમાં જે જોવા મળે છે, તે સ્થળો, લોકો, ગ્રામીણ તથા આદિવાસી જીવન, વન્ય જીવન અને સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ અલગ જ છે.

એક ચાર મિનિટનું- બિહાઈન્ડ ધ સીન વિડીયો- ફ્રેમ વિધીન અ ફ્રેમ-નું સ્ક્રીનિંગ ઉદ્ઘાટન દરમિયાન કરવામાં આવ્યું હતું.

લેન્સકેપ કેરળના ભાગ લેનારા લેન્સમેનની એક ટીમ 28 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી ઉભરતા ફોટોગ્રાફરોના લાભ માટે ફોટોગ્રાફી પર એક માસ્ટરક્લાસનું પણ આયોજન કરશે.

કેરેલાને એક સ્થળ તરીકે દર્શાવવા કરતા, એક્ઝિબિશનમાં ભાગલેનાર ફોટોગ્રાફરે રાજ્યના લેન્ડસ્કેપ, સંસ્કૃતિ અને યાદોંના વૈવિધ્યસભર ફોટા કેપ્ચર કરવામાં આવ્યા છે તે રજૂ કર્યા છે.

પ્રોજેક્ટના ભાગ રૂપે, દરેક ફોટોગ્રાફરે રાજ્યના વિવિધ લેન્ડસ્કેપ્સમાં પાંચ દિવસ પ્રવાસ કર્યો હતો, જેમાં પ્રકૃતિ, વન્યજીવન, વારસો, ગ્રામીણ અને દરિયાકાંઠાનું જીવન, સ્થાપત્ય, તહેવારો અને આધ્યાત્મિકતા જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

આ પ્રદર્શનનું આયોજન પ્રખ્યાત આર્ટ ક્યુરેટર અને વિવેચક શ્રીમતી ઉમા નાયર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રખ્યાત વન્યજીવન અને સંરક્ષણ ફોટોગ્રાફર શ્રી બાલન માધવન ફોટોગ્રાફીના ડિરેક્ટર છે.

“દેશભરમાં માટીની હૂંફનું વહન કરતા આ પ્લેટફોર્મ પરના લેન્સકેપ કેરળ રાજ્યની સાંસ્કૃતિક વૈવિધ્યતાને સન્માનિત કરે છે, જ્યારે પ્રવાસીઓ માટે જંગલો, ટેકરીઓ, બેકવોટર, પૂજા સ્થાનો અને તહેવારો જોવા માટે માર્ગ શોધનાર તરીકે પણ સેવા આપે છે, જે રાજ્યને વૈવિધ્યસભર પસંદગીઓનું એક પ્રાયોગિક પર્યટન સ્થળ બનાવે છે," એમ કેરળના ટુરિઝમ મિનિસ્ટર શ્રી પી એ મોહમ્મદ રિયાસે એક ઓનલાઈન સંદેશમાં જણાવ્યું હતું.

તાજેતરના વર્ષોમાં મુલાકાતીઓની સંખ્યામાં વધુ વધારો જોવા મળતા કેરળને એક સ્થાપિત સ્થળ તરીકે જોવા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, આ પ્રદર્શન એવા વિવિધ સ્થળો અને અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે મોટાભાગે અન્વેષિત રહ્યા છે.

પ્રવાસીઓ હવે કંઈક નવીન, તેમાં તલ્લીન કરતા અને સમૃદ્ધ અનુભવો શોધે છે ત્યારે લેન્સકેપ કેરળ એવા સમયે ટ્રેન્ડ-સેટિંગ કરતી પહેલ શરૂ કરે છે. ભગવાનના પોતાના દેશના વિવિધ આકર્ષણોની આબેહૂબ ઝલક આપીને, આ શો મુલાકાતીઓને તેમની પસંદગીમાં ઘણી સુવિધા આપશે

આ શોમાં ઐશ્વર્યા શ્રીધર, અમિત પસરિચા, એચ સતીશ, કૌંટેય સિંહા, મનોજ અરોરા, નતાશા કરતાર હેમરાજાની, સાયબલ દાસ, સૌરભ ચેટર્જી, શિવાંગ મહેતા અને ઉમેશ ગોગનાના ફોટોગ્રાફ્સ છે, જે ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન કેરળમાં રોકાઈને ક્લિક કર્યા હતા.

આ પ્રદર્શન અમદાવાદમાં (૩-૫ ફેબ્રુઆરી), મુંબઈમાં (૧૨-૧૪ ફેબ્રુઆરી), પુનામાં (૧૮-૨૦ ફેબ્રુઆરી), બેંગલુરુમાં (૨૭ ફેબ્રુઆરી-૧ માર્ચ), ચેન્નાઈમાં (૪-૭ માર્ચ), હૈદરાબાદમાં (૧૨-૧૪ માર્ચ), કોલકાતામાં (૨૨-૨૪ માર્ચ) જોવા મળશે અને છેલ્લે ૨૯ માર્ચે સુરત પહોંચશે અને ૩૧ માર્ચે પૂરું થશે.

ENDS

Photo Gallery

+
Content
+
Content
+
Content