જેઓ સત્તામાં છે તેમના માટે ધર્મ નિરપેક્ષતા અપમાનજનક થઈ ગઈ છે: સોનિયા ગાંધી

Trivandrum / January 2, 2024

તિરુવનંતપુરમ, 2 જાન્યુઆરી: ભારતની લોકશાહીમાં ધર્મનિરપેક્ષતાને આધારરૂપ સ્તંભ તરીકે ગણાવતા કોંગ્રેસના નેતા
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ધર્મનિરપેક્ષતા શબ્દનો ઉપયોગ હવે સત્તામાં બેઠેલા લોકો દ્વારા ‘અપમાનજનક’
સ્વરૂપમાં કરવામાં આવી રહ્યો છે અને તેને લીધે પરિણામે સમાજમાં ધ્રુવીકરણ વધી રહ્યું છે.


“તેમણે કહ્યું છે કે ‘લોકશાહી’ પ્રત્યે તેઓ કટિબદ્ધ છે, પણ આ સાથે તેઓ યોગ્ય રીતે કામગીરીને સુનિશ્ચિત કરવા માટે
તૈયાર કરવામાં આવેલ સુરક્ષિત ઉપાયોને નબળા કરી રહ્યા છે. શ્રીમતી સોનિયા ગાંધીએ મનોરમા યરબુક 2024 માટે
લખવામાં આવેલ એક લેખમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણા દેશને સદભાવનાની દિશામાં લઈ જનારા
રેલવેના પાટા નુકસાન પામી રહ્યાં છે અને તેને પરિણામ સ્વરૂપે સમાજમાં વધી રહેલા ધ્રુવીકરણની સ્થિતિ જોવા મળી
રહી છે.


લોકશાહી અને ધર્મનિરપેક્ષતા પરસ્પર રીતે ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે-એક પાટા પર બે રેલવેની માફક સરકારને એક
સદભાવનાયુક્ત સમાજના આદર્શ તરફ માર્ગદર્શન કરતા હોય છે. “આપણે સૌ આ પ્રકારના શબ્દોથી પરિચિત છીએ, તે
અંગે આપણે અનેક ચર્ચા, ભાષણો, નાગરિક શાસ્ત્રને લગતા પુસ્તકો તેમ જ બંધારણની પ્રસ્તાવનામાં જાણવા મળી છે.
અલબત આ પરિચિતતા વચ્ચે પણ પણ તેને લગતી અવધારણામાં રહેલા અર્થ અનેક વખત અસ્પષ્ટ હોય છે.તેમણે કહ્યું કે
આ અંગેની સ્પષ્ટ સમજ દરેક નાગરિકને ભારતના ઈતિહાસ, વર્તમાન પડકારો, તથા ભવિષ્યના માર્ગને સમજવામાં
મદદરૂપ બનશે.


શ્રીમતી સોનિયા ગાંધીએ કહ્યું કે ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા આવી રીતે કરી શકાય છે. અલબત ભારત માટે સૌથી
પ્રાસંગિક અર્થ એ છે કે જે મહાત્મા ગાંધીએ પોતાના ખૂબ જ જાણીતા શબ્દ ‘સર્વ ધર્મ સમ ભાવ’માં નિર્ધારિત કરી
હતી. “ગાંધીજી તમામ ધર્મોની આવશ્યકતામાં એકતાને વિશેષ મહત્વ આપતા હતા. જવાહરલાલ નેહરુએ ભારતને
બહુ ધાર્મિક સમાજ થવા માટે વિશેષ ગહેરાઈથી સિચતા હતા, જેથી એક ધર્મનિરપેક્ષ રાજ્યની સ્થાપના કરવાના
પ્રયત્ન કર્યાં”


તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ડો.બી આર આંબેડકરના નેતૃત્વમાં ભારતના બંધારણના ઘડવૈયાઓએ એ
વિચારને વિકસિત કર્યો અને સરકાર પર લાગૂ કરેલ, જેથી એક ખાસ ધર્મનિરપેક્ષ લોકતંત્રનું નિર્માણ થાય.
સરકાર...તમામની ધાર્મિક માન્યતાની રક્ષા કરે છે. તેમા લઘુમતિઓના કલ્યાણના રક્ષણ માટે વિશેષ જોગવાઈ છે.
ભારતીય ધર્મનિરપેક્ષ લોકશાહીના માર્ગદર્શક સિદ્ધાંત હંમેશા આપણા સમાજના તમામ સમૂહો વચ્ચે સદભાવ તથા
સમૃદ્દને વધારે છે.

શ્રીમતી ગાંધી કે જેઓ છેલ્લા વીસ વર્ષ (વર્ષ 1998થી 2017 અને 2019થી 2022 સુધી) સુધી સૌથી લાંબા સમય
સુધી પક્ષના અધ્યક્ષ રહ્યા છે તેમણે કહ્યું કે ભારતને હંમેશા તેની અસાધારણ વિવિધતાથી પારિભાષિત કરવામાં આવેલ છે.
“હકીકતમાં આપણા સમાજમાં ફક્ત ‘વિવિધતા’ને બદલે ‘વિવિધતાઓ’ની વાત કરવી વધારે યોગ્ય છે કારણ કે આસ્થા અને
વિશ્વાસ, ભાષા અને સાંસ્કૃતિક પ્રથાઓ, ક્ષેત્રો અને પરિસિથિતિ, ઈતિહાસ અને પરંપરાઓ તેમા સામેલ છે. અલબત
વ્યાપક પ્રમાણમાં એકતાની ભાવના હંમેશા રહી છે, જેણે હંમેશા સંસ્થાપક પિતાઓ આપણને વિવિધતામાં એકતાની
વિરાસત સાથે પ્રેરણા આપે છે, તેમ તેમણે જણાવ્યું હતું.


તેમણે કહ્યું કે, આપણા બંધારણમાં “વિવિધતા આપણી એકતા તથા એકજૂટતાને મજબૂત કરે છે, તેની વિશેષ ઉજવણી
કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે વર્તમાન સમયમાં તેની ઉપર હુમલા થાય છે.


શ્રીમતી ગાંધીએ લોકશાહી અને તેની કાર્યપ્રણાલીનો એક મહત્વનો મુદ્દો રજૂ કર્યો. લોકશાહીમાં સરકાર બહુમતીથી બને છે.
“જોકે મોટાભાગના લોકો સહમત છે તો શું તેમનાથી પણ વિશેષ કોઈ માર્ગ હોઈ શકે છે? જો કોઈ નાના સમૂહના મૂળ
હિતોને નુકસાન પહોંચે છે તો શું થાય છે? જો હંગામી બહુમત કોઈ એવો નિર્ણય લે કે જેની ભવિષ્યમાં ગંભીર પરિણામો
ઉપસ્થિત થઈ શકે છે, તો શું તેના કોઈ ઉપાય છે? બીજી બાજુ, જો એક સ્થાઈ પણ પાતળો બહુમત બને છે તો શું તેને
કોઈ પડકાર વગર શાસન કરવાનો અધિકાર છે?


આ પ્રશ્ન વિશેષ કરીને ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં ગંભીર છે કે જ્યાં લોકો અનેક અલગ-અલગ ઓળખ રજૂ
કરે છે અને તે તેમના માટે બહુમૂલ્ય છે. તેમણે કહ્યું કે, “જો લોકો ચિંતા કરે છે કે તેમની ભાષા અથવા ધાર્મિક પ્રથાઓ
અથવા જીવનશૈલીને ફક્ત એટલા માટે સ્થાયી રીતે જોખમ હોઈ શકે છે કારણ કે તેમની સંખ્યા વધારે નથી તો તેનાથી
સમાજમાં શાંતિ અથવા સદભાવનામાં મદદ નહીં મળે”


શ્રીમતિ ગાંધીએ કહ્યું કે લોકશાહી એક આદર્શ પ્રણાલી નથી અને જવાહરલાલ નેહરુનો એ વિચાર અસાધારણ હતો કે: “
લોકશાહી સારી છે. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અન્ય પ્રણાલીઓની ખરાબ સ્થિતિ છે... તેમાં ઘણા સારા મુદ્દા
પણ છે અને ખરાબ પાસા પણ છે”.


સ્વતંત્રતા સેનાનીઓને અન્ય દેશોમાં લોકશાહી અંગેના અનુભવથી જાણવા મળ્યું હતું કે આ પ્રણાલી બીમારીથી ગ્રસ્ત છે
તેમ જ આ પ્રકારની બીમારીથી બચવા માટે તેમણે લેખિત બંધારણ, સરકારના લેખિક નાગરિક મૌલિક અધિકારો તથા
ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો જેવા સિદ્ધાંતોનું ઘડતર કર્યું.


આ બાબતને જોતા ભારતમાં પ્રગતિશીલ લોકોએ હંમેશા સમયને લગતા પડકારોનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે
કહ્યું કે “ આ આપણા માટે એક સમય છે કે આજના પડકારોનો યોગ્ય ઉકેલ શોધવામાં આવે, અને એવું કામ કરવામાં આવે
કે સેવા કરી શકાય અને આપણા દેશને સન્માન મળી શકે.”


- સમાપ્ત-

Photo Gallery