કોવિડ-19 વ્યક્તિના મગજને અસર કરી શકે છે તેમજ અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી ન્યુરોલોજીકલ બિમારીઓ પેદા કરી શકે છે, ડોક્ટરની ચેતવણી

New Delhi / February 8, 2023

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી, 2023: કોવિડ-19ને મુખ્યત્વે શ્વસન સંબંધિત બિમારી તરીકે જોઇને તેની સારવાર કરાઇ હોઇ શકે, પરંતુ તેની માનવીના શરીર ઉપર ભયંકર અને વ્યાપક અસરો છે, જે મગજને અસર કરી શકે છે. તેનાથી અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી ન્યુરોડિજનરેટિવ બિમારીઓને વેગ અથવા ટ્રિગર કરી શકે છે, તેવી ચેતવણી અગ્રણી ડોક્ટેર આપી હતી.

મહામારીને હજાર માથાવાળા જાનવર ગણાવતાં નવી દિલ્હીના વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલના સિનિયર પ્રોફેસર ડો. યતિશ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ-19ની પહોંચ માનવીના નાક, ગળા અને ફેફસાથી ઘણી આગળ ફેલાયેલી છે તથા તે શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ મગજને પણ અસર કરી શકે છે.

મોટાપાયે હાથ ધરાયેલા ક્લિનિકલ અભ્યાસો સૂચવે છે કે કોવિડ-19ના દર્દીઓમાં 36થી84 ટકામાં ન્યુરોલોજીકલ જટિલતાઓ જોવા મળે છે. મહત્વપૂર્ણ છે કે બિમારી બાદ લાંબા સમય સુધી ન્યુરોલોજીકલ લક્ષણોનો અનુભવ કરતાં વ્યક્તિઓની ઉંમર 50 વર્ષથી નીચે છે અને તેઓ ઇન્ફેક્શન પહેલાં તંદુરસ્ત હતાં. તેવો તેમણે મનોરમા યરબુક 2023 માટે એક વિશિષ્ટ અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે.

કોવિડ-19માંથી ઉગરી ગયેલા લોકોમાં પેનિક એટેક, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે. કોવિડ-19 બાદ ઘણીવાર બિનઆરોગ્યપ્રદ વર્તણૂંકોને પણ વેગ મળી શકે છે, જેમકે આલ્કોહોલનું વધુ પડતું સેવન, માદક દ્રવ્યોનું સેવન, આત્મહત્યાની વૃત્તિ, ભ્રમણા અને પેરાનોઇયા વગેરે. કોવિડ-19માંથી બહાર આવેલા લોકો, તેમના પરિવારના સદસ્યો અને સમુદાયો સામાન્યથી ગંભીર બેચેનીના લક્ષણો સામાન્ય છે.

ગુરૂ ગોવિંદ સિંઘ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પેરા મેડિકલ હેલ્થ સાયન્સિસ અને યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના ડીન ડો. અગ્રવાલે ઉમેર્યું હતું કે, ઘણાં પુરાવા દર્શાવે છે કે કોરોનાના વિવિધ વેરિઅન્ટ્સ મગજની કામગીરી, વર્તન અને બૌદ્ધિક ક્ષમતાઓને અસર કરી શકે છે. આમાંથી ઘણી અસરો તીવ્ર હોઇ શકે છે તો કેટલીક થોડા સમયમાં જતી રહે છે અને ક્યારેય અસરો લાંબા સમય સુધી રહે છે.

તેમણે જણાવ્યું હતું કે, હવે સ્પષ્ટ પુરાવાઓ અસ્તિત્વમાં છે કે કોવિડ-19ની લાંબાગાળે જ્ઞાનસંબંધિત અસરો વર્તાઇ શકે છે.  તેની વ્યક્તિના જીવન ઉપર અસર પેદા થઇ શકે છે તથા તેના વિચારો, તર્ક અને યાદશક્તિ ઘટી શકે છે, જેના પરિણામે તેમની દૈનિક કામગીરી પ્રભાવિત થઇ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19ની ન્યુરોસાઇકિયાટ્રિક અને જ્ઞાન સંબંધિત પરિણામોની સમજ વિકસાવવી આવશ્યક છે કારણકે તેણે લાખો લોકોને અસર કરી છે. ઘણાં લોકોની સંભવતઃ ઓળખ થઇ શકી નથી, પરંતુ ચેપની સંખ્યા હજૂ પણ વધી રહી છે. જો તેમાંથી ખૂબજ ઓછી સંખ્યામાં લોકો ન્યુરોસાઇકિયાટ્રિક અને જ્ઞાન સંબંધિત જટિલતાઓથી પીડાય તો પણ જાહેર આરોગ્ય ઉપર તેની નોંધપાત્ર અસરો હોઇ શકે છે.

ડો. અગ્રવાલે કહ્યું હતું કે, આ પરિસ્થિતિની ગંભીર અસરો વિશે લોકોમાં જાગૃતિ અને સમજણ ઉભી કરવા માટે સરળ ક્લિનિકલ અને જાહેર આરોગ્યની રણનીતિ તૈયાર કરવી અનિવાર્ય છે. અસરગ્રસ્ત લોકોમાં સમયસર તબીબી મૂલ્યાંકન કરવું જરૂરી છે, જેથી તેની અસરકારકતા, નાણાકીય આયોજન અને દૈનિક પારિવારિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરીને માહિતીસભર નિર્ણય લઇ શકાય.

તેમણે નોંધ્યું હતું કે, ક્લિનિકલ મૂલ્યાંકનને આધારે કોવિડ-19માંથી બચી ગયેલા વ્યક્તિઓના પુનર્વસન કાર્યક્રમ તૈયાર કરી શકાય. ફેમિલિ ફિઝિશિયન, ન્યુરોફિઝિશિયન, સાઇકોથેરાપિસ્ટ અને સાઇકોલોજીસ્ટની એક ટીમ આ પ્રક્રિયામાં મદદરૂપ બની શકે છે. તેનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને સમસ્યામાંથી બહાર લાવીને સામાન્ય જીવન જીવવનમાં મદદરૂપ બનવાનો છે.

વિશ્વભરમાં બિમારીને કારણે થતાં મૃત્યુની અસરોને વર્ણવતા તેમણે કહ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઘણી ન્યુરોલોજીકલ જટિલતાઓ પેદા થાય છે અને તેમાં સૌથી નોંધપાત્ર શરીરની રોગપ્રતિકારકતાને નુકશાન. વાઇરસ શરીરની સંરક્ષણ પ્રણાલીને ટ્રિગર કરે છે, પરંતુ વાઇરસની સામે લડવાની જગ્યાએ આ પ્રણાલી શરીરીના પોતાના કોષોને જ નિશાન બનાવે છે. અવ્યવસ્થિત સિસ્ટમ મગજના કોષો અને બીજા અંગો ઉપર હુમલો કરે છે. ક્યારેક મગજમાં બળતરા પેદા થાય છે, જેને એન્સેફાલિટીસ તરીકે ઓળખવામાં આવે છે.

વાઇરસ બ્ડલ-બ્રેઇન બેરિયરને તોડીને સીધા મગજને ઇજા પહોંચાડી શકે છે, રક્ત વાહિનીઓમાં દબાણ પેદા કરીને બ્રેઇન હેમરેજ કરી શકે છે તથા બ્રેઇન સ્ટ્રોકને ટ્રિગર કરી શકે છે. ઘણીવાર શરીર ગંઠાઇ જવાની સિસ્ટમમાં તકલીફ પેદા કરી શકે છે.

કોરોના વાઇરસના ઇન્ફેક્શનથી ન્યુરોલોજીકલ લક્ષણો પેદા થઇ શકે છે. આશરે બે તૃતયાંશ કોવિડ-19 દર્દીઓ ગંધ અને સ્વાદ સંબંધિત સમસ્યાઓની ફરિયાદ કરે છે. તે બિમારીનું પ્રાથમિક લક્ષણ છે અને લાંબા સમય સુધી રહી શકે છે. આ લક્ષણો બિમારીની ઓળખ કરવામાં મદદરૂપ બને છે, પરંતુ ઘણાં દર્દીઓ મગજનો સોજો, સોજો અને બ્રેઇન હેમરેજનો ભોગ બની શકે છે. આ દર્દીઓને સૌથી વધુ જોખમ છે અને તેમણે સાજા થવા માટે હોસ્પિટલમાં લાંબા સમય સુધી દાખલ થવાની પણ જરૂર પડી શકે છે.

ડોક્ટરે કહ્યું હતું કે, આ વિશે વિસ્તારપૂર્વક કહેવું હજૂ પણ વહેલું કહેવાશે, પરંતુ કોવિડ-19થી લાંબાગાળે ન્યુરોઇન્ફ્લેમેશન અને ન્યુરોનલ ઇજાઓની સંભાવના વિશે કોઇપણ શંકા નથી. વર્તમાન સ્થિતિ એકદમ સ્પષ્ટ નથી, પરંતુ તેની અસરો સ્પષ્ટ છે.

Photo Gallery